મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી મંદિર ટ્રસ્ટની સંસ્થાઓના બિલ્ડિંગોની સલામતીની ચકાસણીની માંગ, જાણો શું છે કારણ

ગંભીરા પુલ તૂટવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને રાજ્યભરના પુલ

ગંભીરા પુલ તૂટવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને રાજ્યભરના પુલોની સલામતી ચકાસણી શરૂ કરી છે. આ સંદર્ભે ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ભાદરવી મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. આ મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને, મંદિર ટ્રસ્ટની સંસ્થાઓના બિલ્ડિંગોની સલામતી ચકાસણીની માંગ ઉઠી છે.

લાખો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને ઈમારતોની થશે તપાસ

ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે હેતુસર ચકાસણી કરવામાં આવશે. મળતા અહેવાલ પ્રમાણે અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યું કે, હાલમાં મંદિર પરિસરમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. જોકે, સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓએ ટ્રસ્ટના બિલ્ડિંગોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટની માંગ કરી છે.  

આ સમાચાર શેર કરો