મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉંઝામાંથી નકલી જીરું અને વરિયાળીની ફેક્ટરી ઝડપાઈ, ભેળવતા હતા શંકાસ્પદ પાવડર અને રસી

મહેસાણાના ઉંઝાના દાસજ રોડ પર ગંગાપૂરા પાસે આવેલી એક ફેક્ટરીમાં મહેસાણા LCBએ શંકાસ્પદ નકલી જીરું અને શં

મહેસાણાના ઉંઝાના દાસજ રોડ પર ગંગાપૂરા પાસે આવેલી એક ફેક્ટરીમાં મહેસાણા  LCBએ શંકાસ્પદ નકલી જીરું અને શંકાસ્પદ વરિયાળીની ફેકટરી ઝડપી પાડી છે. બાતમીના આધારે આ ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા.  દરોડામાં રૂપિયા 74 લાખનું શંકાસ્પદ જીરું વરિયાળી જપ્ત કરવામાં આવ્યું હતું.

 વરિયાળીને લીલીછમ બનાવી મસ્ત પેકિંગ કરાતું 

દરોડા દરમિયાન સામે આવ્યું કે સૂકી વરિયાળી પર લીલો કલર ચઢાવવામાં આવતો હતો. LCBની ટીમે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  ભૂખરી વરિયાળીને લીલીછમ બનાવી મસ્ત પેકિંગ કરાતું હતું. તો ખરાબ ક્વોલિટી વાળા જીરું પર ગોળની રસી અને પાવડર ચઢાવવામા આવતો હતો.

પકડાયેલ મુદ્દામાલ 

85 બોરી શંકાસ્પદ બનાવટી જીરું

1615 બોરી શંકાસ્પદ બનાવટી વરિયાળી

809 બોરી વરિયાળીનું ભૂસુ

7 બોરી ભૂખરો પાવડર

1 બેરલ ગોળની રસી

 74 લાખ 08 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા LCBએ ફેક્ટરીને સીલ કરી છે. રાજ્યના  ફૂડ અને FSL વિભાગે સેમ્પલ લઈને કુલ 74 લાખ 08 હજારનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો