મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શ્રાવણ માસમાં સોમનાથમાં મહાદેવના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી

પવિત્ર શ્રાવણ માસ અને આઠમના દિવસે લોકો શ્રી કૃષ્ણની સાથે સાથે મહાદેવના આશિર્વાદ લેવા પણ આવતા હ

પવિત્ર શ્રાવણ માસ અને આઠમના દિવસે લોકો શ્રી કૃષ્ણની સાથે સાથે મહાદેવના આશિર્વાદ લેવા પણ આવતા હોય છે, જેને કારણે સોમનાથમાં આજે ભકતોનુ ઘોડાપુર ઉમટી પડયુ છે. લોકો ભક્તિભાવ સાથે અહીં ભગવાન ભોલેનાથના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. 

સોમનાથ મહાદેવને કરાયો શણગાર

આજે જન્માષ્ટમીના આ ખાસ અવસર પર મહાદેવને પણ શણગાર કરવામાં આવ્યો છે. મહાદેવને આજે કૃષ્ણ તિલકનો અદભૂત શણગાર કરાયો છે. આ શણગાર અને પ્રાંત આરતીના દર્શન કરી ભાવીકો ધન્યતા અનુભવી રહ્યા છે. મહાદેવની આ પાવન ભૂમી સોમનાથમાં રજાના દિવસોમાં લોકોની ભીડ ઉમટી પડી છે. 

આ સમાચાર શેર કરો