VIDEO: રાજકોટમાં પ્રેસના નામે ખંડણી માંગવા મામલે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, ત્રણ કથિત પત્રકારોની ધરપકડ
રાજકોટમાં પ્રેસના નામે ફોન કરી ખંડણી માંગવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હ
રાજકોટમાં પ્રેસના નામે ફોન કરી ખંડણી માંગવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડ નામના ત્રણ કહેવાતા પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે ACP ડેન્ટલ ક્લિનિકના ગેરકાયદેસર બાંધકામના સમાચાર પ્રસિદ્ધ કરી અમિત ઠક્કરે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
અન્ય આરોપીએ ન્યૂઝ વીડિયો બનાવી ડોક્ટર પાસે 50 હજાર રૂપિયા માંગ્યા હતા, જ્યારે ત્રીજા આરોપીએ સમાધાન માટે પૈસા લેવા ગયો હતો. અગાઉ પણ એક આરોપી સામે ખંડણીનો કેસ નોંધાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.


