VIDEO: નમાજ પઢવા જઈ રહેલા આધેડ પર ગાયનો હુમલો, સાથે રહેલું બાળક માંડ-માંડ બચ્યુ!
વલસાડમાં રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. રખડતા પશુઓ ટાર્ગેટ કરીને હુમલા કરતાં હોય તેવા દૃશ્

વલસાડમાં રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. રખડતા પશુઓ ટાર્ગેટ કરીને હુમલા કરતાં હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. પારડી શહેરમાં નમાઝ પઢવા જઈ રહેલા નાના અને બાળક પર રખડતા પશુ દ્વારા હુમલો કરાયો હતો. નાના દ્વારા હેમખેમ પ્રકારે બાળકને બચાવી લેવાયો પણ અંતે નાના પર પશુ દ્વારા હુમલો કરાતા તે પણ બન્યા ઈજાગ્રસ્ત બન્યા હતાં. સ્થાનિકોએ બાળકને બચાવી હોસ્પિટલમાં ખસેડયું હતું. જો કે, આ સમગ્ર ઘટના બાદ પણ નગરપાલિકા ટીમ નિંદ્રાધીન અવસ્થામાં હોય તે રીતે કોઈ કામગીરી ન થતી હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે.
આ પણ વાંચોઃઉલટા ચોર કોટવાલ કો દાંટે!, સુરતમાં પકડાઈ જતાં તસ્કરે હુમલો કરતાં લોકોએ આપ્યો મેથીપાક




