VIDEO: પાટણમાં કોંગ્રેસની જાહેર સભામાં સ્ટેજ પર બુટલેગરો જોવા મળતા વિવાદ, ધારાસભ્ય દિનેશ ઠાકોરે કર્યો આ ખુલાસો
પાટણના અડિયા ગામે કોંગ્રેસની જાહેર સભામાં સ્ટેજ પર બુટલેગરો જોવા મળતા વિવાદ સ
પાટણના અડિયા ગામે કોંગ્રેસની જાહેર સભામાં સ્ટેજ પર બુટલેગરો જોવા મળતા વિવાદ સર્જાયો છે. ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં આ બુટલેગરોએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેઓ દારૂનો ધંધો કરતા હતા, પરંતુ હવે તેઓ આ વ્યવસાય બંધ કરવાની ખાતરી આપી હતી.
આ મામલે સફાળા જાગેલા ધારાસભ્ય દિનેશ ઠાકોરે ખુલાસો કર્યો હતો કે, સ્ટેજ પર આવેલા વ્યક્તિઓ કોંગ્રેસના સક્રિય સભ્ય નથી. તેઓ અચાનક ખેસ પહેરીને આવ્યા હતા અને ગામ લોકોની મંજૂરીથી સ્ટેજ પર ચડ્યા હતા. ઠાકોરે વધુમાં ઉમેર્યું કે, જે કામ પોલીસે કરવાનું હતું તે કામ કોંગ્રેસની સભામાં દારૂબંધીની જાહેરાત દ્વારા થયું છે, જે આવકારદાયક છે.




