VIDEO: દિયોદર તાલુકા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણીને લઈ વકર્યો વિવાદ, ગેનીબેન ઠાકોરે કર્યો આ આક્ષેપ
દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને હાઈવોલ્ટેજ ડ્રા

દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. જેમાં વહીવટી તંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠી રહ્યા છે. વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ અને કોંગ્રેસના સભ્યો પંચાયત કચેરી પહોંચી ગયા હોવા છતાં ચૂંટણી અધિકારી બીમારીનું બહાનું ધરી હજુ સુધી હાજર ન થતા મડાગાંઠ સર્જાઈ છે.
આ મામલે ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી અધિકારી ૩ વાગ્યા સુધીમાં આવવાનું કહી રહ્યા છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના એક સગર્ભા મહિલા સભ્યને સુવિધાના અભાવે હોલમાં જ ગાદલું પાથરીને સૂવું પડ્યું છે. વહીવટી તંત્ર આ વિલંબ અંગે મૌન સેવી રહ્યું છે, જેના કારણે ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે ભારે અનિશ્ચિતતા અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.




