Video: કથિત ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસની મહિલા પાંખે મેયરનો કર્યો ઘેરાવ, પોલીસે પ્રદર્શનકારીઓની કરી અટકાયત
રાજકોટના મેયરના કથિત ગેરકાયદે બાંધકામ મુદ્દે આજે કોંગ્રેસની મહિલા પાંખે મેયરનો ઘેરાવ
રાજકોટના મેયરના કથિત ગેરકાયદે બાંધકામ મુદ્દે આજે કોંગ્રેસની મહિલા પાંખે મેયરનો ઘેરાવ કર્યો હતો. મહિલા કોંગ્રેસના આગેવાનો મેયરને પ્લાસ્ટિકનો બંગલો આપીને રચનાત્મક વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસ પહોંચી હતી. તેમજ વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી. આ સમગ્ર વિવાદ પર મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું, મને કોણ ફસાવે છે તેનું હું નામ લઈ વિવાદમાં પડવા માંગતી નથી. આ ઘટનામાં પોલીસ અને કોંગ્રેસના મહિલા કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.







