મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર શહેરમાં પ્રવેશી કોંગ્રેસની ન્યાયયાત્રા, કોંગીનેતાઓએ બોલાવી રામધૂન

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ન્યાયયાત્રાનો ચોથો દિવસ છે. સુરેન્દ્રનગર શહેરમાં આજે ન્યાયયાત્રાનો પ્રવેશ થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ન્યાયયાત્રાનો ચોથો દિવસ છે. સુરેન્દ્રનગર શહેરમાં આજે ન્યાયયાત્રાનો પ્રવેશ થયો હતો. આ ન્યાયયાત્રાને લાલજી દેસાઈ, જીગ્નેશ મેવાણી, પાલ આંબલિયા સહિતના નેતાઓએ આગળ ધપાવી હતી .આ ન્યાય યાત્રાને લઈ સુરેન્દ્રનગર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.

ચોટીલામાં ન્યાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

મોરબીથી શરુ થયેલી ન્યાય યાત્રા વાયા રાજકોટથી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી હતી. જ્યાં રાત્રી રોકાણ બાદ ન્યાય યાત્રા સુરેન્દ્રનગર તરફ રવાના થઈ હતી. ચોટીલામાં ન્યાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબીથી ન્યાયાત્રા શરૂ કરવામાં આવી હતી, ત્યાંથી રાજકોટ, સુરેન્દ્રનગર અને વિરમગામ થઈ ગાંધીનગરમાં આ યાત્રાનું સમાપન થશે.

મોંઘવારી, બેરોજગારી અને જમીન માપણીના પ્રશ્નો

કૉંગ્રેસ સુરેન્દ્રનગર શહેરમાં સાથણીની જમીનો પર થતા કબજાઓ, મોંઘવારી, બેરોજગારી અને જમીન માપણીના પ્રશ્નનોનો મુદ્દો ઉઠાવશે.

કોંગ્રેસના સાંસદ ગેની ઠાકોરે સરકારને આડેહાથ લેતાં કહ્યું કે, પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ સરકાર એક સાથે જાહેર ન કરી શકી. ગુજરાતમાં 7500 ગ્રામપંચાયત અને 75 નગરપાલિકાની ચૂંટણીઓ બાકી છે. અમે ચૂંટણી લડવા અને ભાજપને પડકાર ફેંકવા તૈયાર છીએ. 

આ સમાચાર શેર કરો