મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan: રાધનપુરના ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવામાં વ્હાલા દવાલાની નીતિ અપનાવતા હોવાની ફરિયાદ

રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર ગ્રાન્ટ ફાળવણીમાં "વ્હાલા દવાલા"ની ની

રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર ગ્રાન્ટ ફાળવણીમાં "વ્હાલા દવાલા"ની નીતિ અપનાવવાનો આરોપ લાગ્યો છે. આ મામલો સોમવારે રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી જિલ્લા ભાજપની બેઠકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો.  તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખના પતિએ લેખિતમાં રજૂઆત કરી આ અંગે ફરિયાદ કરી હતી.

બાદરપુરા ગામના સરપંચ અને રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ માણેકબેનના પતિએ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવને લેખિત રજૂઆત કરી, જેમાં ધારાસભ્ય પર ગામના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવ રાખવાનો આરોપ મૂક્યો.

માણેકબેનના પતિએ રજૂઆતમાં જણાવ્યું કે ધારાસભ્ય પોતાના મળતિયા સરપંચો અને ગ્રામ પંચાયતોને મન ફાવે તેમ ગ્રાન્ટ આપે છે જ્યારે અન્ય ગામોની અવગણના કરે છે. ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં ધારાસભ્ય ગામના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખે છે. આ લેખિત ફરિયાદથી જિલ્લા ભાજપની બેઠકમાં ચર્ચાનો વિષય બન્યો અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો.

આ સમાચાર શેર કરો