VIDEO: પાવાગઢ પોલીસની સરાહનીય કામગીરી, વિકલાંગ યુવકને ઊંચકીને ડુંગરના પગથિયાં પાર કરાવ્યા
પાવાગઢ પોલીસના જવાનની સરાહનીય કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં
પાવાગઢ પોલીસના જવાનની સરાહનીય કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાઈરલ થયો છે. જેમાં પોલીસ જવાન રિયાઝ ખામયાનીએ પાવાગઢ દર્શન માટે આવેલા 22 વર્ષીય વિકલાંગ યુવકને ઊંચકીને ડુંગરના પગથિયાં પાર કરાવ્યા. એટલું જ નહીં પાવાગઢ ડુંગર ઉપર ઊંચકીને લઇ જઈ મંદિરમાં દર્શન કરાવી વિકલાંગ યુવકને પરત પણ ઉતાર્યો. પરિવાર સાથે પાવાગઢ દર્શન કરવા આવેલ દિવ્યાંગ યુવકની પોલીસ જવાને ઈચ્છા પૂરી કરી.




