VIDEO: ભાવનગર-અમદાવાદ હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 10 મુસાફરો ઈજાગ્રસ્ત
ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે
ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ ભાવનગર એક્સ્પેસ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે ખાનગી લકઝરી વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. હેબતપુર ગામના પાટિયા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.
10 મુસાફરો ઈજાગ્રસ્ત
એક ખાનગી લકઝરી જઈ રહી હતી ત્યારે અન્ય લકઝરીએ ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ટક્કર વાગતા લક્ઝરીના ડ્રાઈવરનું સંતુલન બગડ્યું હતું. આ દુર્ઘટનામાં 10 વ્યક્તિઓને ઈજાઓ પહોંટી હતી. તેમને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાની ટળી હતી.
મળતી માહિતી અનુસાર, બંને બસ વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કર લાગ્યા બાદ એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.











