Video: સુરત બેઠક બિનહરીફ થઈ તો પણ શહેરમાં યોજાશે ચૂંટણી, જાણો કલેક્ટરે આવું કેમ કહ્યું...
સુરતની લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઈ છે. પરંતુ હજુ સુરતમાં નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાનાર છ

સુરતની લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઈ છે. પરંતુ હજુ સુરતમાં નવસારી અને બારડોલી લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાનાર છે. ત્યારે કલેકટરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, 7 વિધાનસભા વિસ્તાર સુરત બેઠક હેઠળ આવે છે. ત્યાં મતદાન થવાનું નથી. જો કે, 9 વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી યોજાનાર છે. જેના માટે પૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. મતદાન વધારવા માટે મતદાન જાગૃતિ અભિયાન પણ ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તો EVM અને VVPAT મશીનની ફાવણી પણ કરી દેવામાં આવી છે. માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બારડોલી લોકસભા હેઠળ આવે છે. તો લિંબાયત, ઉધના, મજૂરા અને ચોર્યાસી વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે. આ તમામ વિધાનસભામાં મતદાન થશે. સુરત લોકસભા બિનહરીફ જાહેર થઈ છે. તો સુરત લોકસભા હેઠળ સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, વરાછા રોડ, કરંજ, કતારગામ અને ઉત્તર વિધાનસભા આવે છે. એટલા માટે આ 7 વિધાનસભામાં મતદાન યોજાશે નહીં.




