VIDEO: નડિયાદની ધ ગ્રાન્ડ જ્યોતિ દાળપૂરીના પાર્સલમાંથી વંદો નીકળ્યો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાથ ધરી કાર્યવાહી
નડિયાદની પ્રખ્યાત ધ ગ્રાન્ડ જ્યોતિ દાળપૂરી રેસ્ટોરન્ટમાં પાર્સલમાંથી વંદો નીકળ્યાનો વીડિયો
નડિયાદની પ્રખ્યાત ધ ગ્રાન્ડ જ્યોતિ દાળપૂરી રેસ્ટોરન્ટમાં પાર્સલમાંથી વંદો નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા રેસ્ટોરન્ટમાંથી દાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનું પરિણામ એક મહિના બાદ આવશે.
ઉલ્લેખનીય છે કે,12 દિવસમાં આ બીજી વખત ફૂડ વિભાગે અહીં તપાસ હાથ ધરી છે. સંચાલક અજયભાઈ અમલાનીએ જણાવ્યું હતું કે 40 વર્ષના વ્યવસાયમાં આવી ઘટના પ્રથમવાર બની છે અને તેઓ ફૂડ વિભાગને પૂરો સહકાર આપી રહ્યા છે. અગાઉ લેવાયેલા સેમ્પલના રિપોર્ટની પણ હાલ રાહ જોવાઈ રહી છે, ત્યારે આ ઘટનાથી ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ છે.



