VIDEO: SP રીંગ રોડ પર રાજ એન્ડ બેન્કવેટ રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી ઈયળ નીકળી, તંત્રએ ફટકાર્યો દંડ
અમદાવાદમાં એસ.પી. રીંગ રોડ પર આવેલી રાજ એન્ડ બેન્કવેટ રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી ઈયળ નીકળ
અમદાવાદમાં એસ.પી. રીંગ રોડ પર આવેલી રાજ એન્ડ બેન્કવેટ રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી ઈયળ નીકળતા તંત્રએ કાર્યવાહી કરી છે. એક ગ્રાહકે રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળી મંગાવી હતી. જેમાં જીવતી ઈયળ નીકળતા ગ્રાહકે કોર્પોરેશનના ફરિયાદ નંબર પર ફરિયાદ કરી. જે બાદ હેલ્થ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યુ, જેમાં રેસ્ટોરન્ટમાં અનેક જગ્યા પર ગંદકી હોવાનુ સામે આવતા કોર્પોરેશને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.




