VIDEO : અમરેલીમાં મુખ્યમંત્રીએ દેવકા વિદ્યાપીઠ ખાતે 'મહાત્મા ગાંધી મંદિર હોસ્પિટલ'નું લોકાર્પણ કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ખાતે 'મહાત્મા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ખાતે 'મહાત્મા ગાંધી મંદિર હોસ્પિટલ' ના લોકાર્પણ સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પાયાની સુવિધાઓનો વ્યાપ છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યો છે. આ હોસ્પિટલ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત દેવકા વિદ્યાપીઠના માધ્યમથી સ્થાનિક લોકોને આધુનિક અને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
મુખ્યમંત્રીએ સંકુલમાં નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને શિક્ષણ સાથે સંસ્કારના મૂલ્યોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી, સાંસદ, ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની ઉત્તમ સેવાઓ માટે દેવકા વિદ્યાપીઠના ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ જેવી કે, આયુષ્માન ભારત અને નમો લક્ષ્મી યોજનાનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. આ હોસ્પિટલના પ્રારંભથી અમરેલી અને આસપાસના પંથકના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘરઆંગણે જ અત્યાધુનિક સારવાર મળી રહેશે, જે વિકાસની રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.



