VIDEO: અમરેલી / PMની અપીલ બાદ CM ભૂપેન્દ્ર પટેલ માત્ર 2 કાર સાથે પહોંચ્યા રાજુલા, હોસ્પિટલનું કર્યું લોકાર્પણ
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાદગીપૂર
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાદગીપૂર્ણ રીતે નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિર મલ્ટીસ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.આ કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રીએ પોતાનો મોટો કોનવે કાફલો ટૂંકાવીને માત્ર બે થી ત્રણ વાહનો સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા સ્થાપિત આ હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય હીરા સોલંકી અને મહેશ કસવાળા સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

