VIDEO : અમરેલી રિઝર્વ ફોરેસ્ટમાં માઈનિંગની હિલચાલ સામે ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રીને કર્યા આકરા સવાલ
અમરેલીના જાફરાબાદમાં આવેલા બાબરકોટની 70 એકર રિઝર્વ ફોરેસ્ટની જમીન
અમરેલીના જાફરાબાદમાં આવેલા બાબરકોટની 70 એકર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઈનિંગ માટે આપવાની હિલચાલ સામે ધારાસભ્ય હીરા સોલંકીએ મોરચો માંડ્યો છે. તેમણે વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે કે, આ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય છે અને માઈનિંગના કારણે વન્યપ્રાણીઓના વસવાટમાં ખલેલ પહોંચશે. સોલંકીએ જણાવ્યું કે ૨૦૧૬થી અત્યાર સુધી આવા અનેક પ્રોજેક્ટ્સ નકારવામાં આવ્યા છે, તો હવે આ જમીન કેમ આપવામાં આવી રહી છે? સ્થાનિકોમાં વ્યાપેલી નારાજગીને પગલે તેમણે આ મામલે સ્પષ્ટ ખુલાસો કરવા અને સિંહોના અસ્તિત્વને જોખમમાં ન મૂકવા અનુરોધ કર્યો છે. આ પત્રને પગલે વન વિભાગ અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.




