VIDEO: અમરેલીના સાવરકુંડલામાં ભાવનગર ACBના દરોડા, 2 હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામે ભાવનગર ACBએ દરોડો પાડી બે હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છ

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામે ભાવનગર ACBએ દરોડો પાડી બે હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજય મનસુખ મેર અને છગનભાઈ ડાભી ગુનાના કામમાં કાર અને મોબાઈલ કબ્જે ન કરવા બદલ 51 હજાર રૂપિયાની લાંચ માંગતા હતા. ACBની ટીમે વંડા પોલીસ સ્ટેશન સામે આવેલી ઓઈલ મિલના ગેટ પાસે જ ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા. પોલીસ વતી લાંચ સ્વીકારનાર બે પ્રજાજનોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જ્યારે ગારીયાધારનો અતુલ ચૌહાણ ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ACBએ ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.




