મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AUDIO: મોરબી/ 'તમે ખોટુ કર્યું છે, આજીવન ભોગવવું પડશે', ભાજપના નેતાના પુત્રની ધમકી આપતો ઓડિયો વાયરલ

ગુજરાતના મોરબીમાં ભાજપના નેતાના પુત્રની ઓડિયો ક્લીપ ફરતી થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવડિયાના

ગુજરાતના મોરબીમાં ભાજપના નેતાના પુત્રની ઓડિયો ક્લીપ ફરતી થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવડિયાના પુત્રની ઓડિયો ક્લીપ સામે આવી છે. ભાજપ નેતાનો પુત્ર ખુદ ભાજપના ધારાસભ્યનું નામ લઈને આક્ષેપ કરી રહ્યો છે. મોરબી ભાજપના નેતા અને તેના પુત્ર સામે વ્યાજખોરની ફરિયાદનો મામલો સામે આવ્યો છે.

 ધારાસભ્ય સાંસદ સભ્યો જેની પાસે જવું હોય તેની પાસે જઈ શકો છે 

ફોન પર સામે વાળા વ્યક્તિને કહે છે કે ધારાસભ્ય સાંસદ સભ્યો જેની પાસે જવું હોય તેની પાસે જઈ શકે છે બાકી આવનારા દિવસોમાં તૈયારી રાખજો.

ઓડિયો ક્લીપ મામલે શું કોઈ ફરિયાદ દાખલ થશે?

ઉલ્લેખનીય છે કે ઓડિયો વાયરલ થયા પછી રાજકારણ પણ ગરમાયું છે. મોરબીના પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડીયાના પુત્રની ઓડિયો ક્લીપ મામલે શું કોઈ ફરિયાદ દાખલ થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.

આ સમાચાર શેર કરો