મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ પાસે શૌચાલય સાફ કરાવ્યું

રાજ્યના છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના હમીરપુરામાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓન

રાજ્યના છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના હમીરપુરામાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો છે. નાના બાળકો પાસે શૌચાલયની સફાઈ કરાવવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયો જાગ્રુત નાગરિકે વાયરલ કર્યો હોવાનો અનુમાન

અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાંય શિક્ષણ વિભાગે શિક્ષકોને માત્ર નોટિસ આપી ભીનું સંકેલવાનો પ્રયાસ કરાય છે. આ વીડિયો જાગ્રુત નાગરિકે વાયરલ કર્યો હોવાનો અનુમાન છે. તો બીજી તરફ આ વીડિયો વાયરલ થયા પછી કોઈ સખ્ત પગલાં લેવામાં આવશે કે નહીં તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું. આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો