VIDEO: કોડીનાર નગરપાલિકામાં ભાજપના દીનું સોલંકી, શિવા સોલંકી અને કોંગ્રેસના માનસિંગ ડોડીયા વચ્ચે બબાલ
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના સમયે ભાજપ અને કોંગ્રેસના આ

ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના સમયે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે તું…તું…મે…મેં થઈ છે. ફોર્મ ચકાસણીના સમયે પ્રાંત અધિકારીની હાજરીમાં ભાજપના માજી સાંસદ દીનું સોલંકી, કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવા સોલંકી અને કોંગ્રેસ નેતા માનસિંગ ડોડીયા વચ્ચે બબાલ થઈ હતી. કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ-3ના કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ કરાવવા ભાજપ નેતાઓએ હવાતિયા માર્યા હતા, જો કે ચૂંટણી અધિકારીએ ફોર્મ માન્ય રાખતા મામલો બીચકયો હતો અને વાતાવરણ ડહોળાયું હતું.




