સુરતઃ ટેમ્પો ચાલક અને TRB જવાન વચ્ચે છૂટાહાથની મારામારી, VIDEO VIRAL
સુરતમાં ટ્રાફિક સિગ્નલને લઈ દેખાતો રોષ માંડ શાંત થયો છે. ત્યાં મિલેનિયમ માર્કેટ-1 સાઈ દર્શન માર્કેટની સામે ઘર્ષણનો

સુરતમાં ટ્રાફિક સિગ્નલને લઈ દેખાતો રોષ માંડ શાંત થયો છે. ત્યાં મિલેનિયમ માર્કેટ-1 સાઈ દર્શન માર્કેટની સામે ઘર્ષણનો બનાવ બન્યો હતો. ટેમ્પોમાં કાપડ લઈ જઈ રહેલા ટેમ્પો ચાલક સાથે TRB જવાનની સામન્ય બોલાચાલી ઉગ્ર બની જતા છૂટાહાથની મારામારી થઈ હતી. મારામારીમાં ટેમ્પોચાલ ડિવાઈડર પરથી નીચે પડ્યો હતો. લોકોએ ટેમ્પોચાલક અને TRB જવાન બંનેને સમજાવ્યા પણ હતા.
ટપલીદાવ બાદ મારામારી
TRB જવાન ટેમ્પો ચાલકને ટપલી દાવ કરતા ડ્રાઇવિંગ સીટ પરથી ડ્રાઈવર ઉતરીને TRB જવાન સાથે જાહેરમાં મારામારી કરી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, TRB જવાન ટેમ્પોચાલકનો કાઠલો પકડી પહેલા ડિવાઈડર પર પટકે છે અને પછી રસ્તા પર પટકે છે. તેમ છતાં TRB જવાન ટેમ્પોચાલકને છોડતો નથી. તેમજ વીડિયોમાં અપશબ્દો પણ સંભળાય છે.
વીડિયોના આધારે કાર્યવાહી
ટેમ્પોચાલક અને TRB જવાનને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. વીડિયો વાઇરલ થતા ટ્રાફિક ડીસીપી અમિતા વનાણીએ TRB કપિલ ભાગવતભાઈનું નામ ટીઆરબીમાંથી તાત્કાલિક ધોરણે કાઢી નાખી ફરજ પરથી હટાવી દીધો હતો.








