VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવા દ્વારા દર્દીની વિધિ મામલે પોલીસમાં અરજી કરાઇ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભૂવા દ્વારા દર્દીની વિધિ કરવા મામલે શાહીબાગ પોલીસને જ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભૂવા દ્વારા દર્દીની વિધિ કરવા મામલે શાહીબાગ પોલીસને જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે. કોઇ આધાર પુરાવા વગર સિવિલ સ્ટાફ દ્વારા ફક્ત અરજી કરવામાં આવી છે.
પોલીસ સ્ટેશનમાં ભૂવાજી સામે ફરિયાદ
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેડન્ટ રાકેશ જોશીએ કહ્યું કે, ભુવાજીનો વીડિયો વાયરલ થતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગંભીરતાથી નોંધ લઇ દર્દી વિશે જાણકારી મેળવી છે. જે વ્યક્તિ ખુબ જ બીમાર હોય અને લીવર-કિડનીની તકલીફ હોય, વેન્ટિલેટર પર હોય અને ડાયાલિસિસ કરવામાં આવે છે. ડૉક્ટરની ટીમને બદલે કોઇ તાંત્રિક વિધિ દ્વારા દર્દીને સારૂ કરે તેવી અંધશ્રદ્ધા ફેલાવનારો વીડિયો વાયરલ થયા બાદ શાહિબાગ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: દર્દીઓને સાજા કરતા ભૂવાજીનો વધુ એક વીડિયો વાયરલ, માતાજીના નામે દર્દીને સાજા કર્યાનો દાવો
શું હતી ઘટના?
અમદાવાદના નિકોલના બહુ ચર્ચિત મુકેશ ભુવાજીના વિડિયો વાયરલ થયા છે.અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના આઈસીયુ બેડ ઉપર દાખલ એક દર્દીની ભૂવાએ તાંત્રિક વિધિ કરતાં સાજો થયો હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દર્દીના પરિવારજનો એવું કહે છે કે, વેન્ટિલેટર પર રહેલો દર્દી ડોક્ટરની દવાથી નહીં પરંતુ તેમના મુકેશ ભુવાજીએ કરેલી વિધિથી સાજો થયો છે.








