મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ચીનના ઝિગોંગ શહેરમાં શોપિંગ મોલમાં ભીષણ આગ, 16 લોકોના મૃત્યુ 

ચીનમાં બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આ

ચીનમાં બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોના મોત થયા હતા. ચીનના સરકારી મીડિયા અનુસાર સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં 14 માળની ઈમારતમાં આગ લાગી હતી. જેના કારણે અનેક લોકો બિલ્ડીંગની અંદર પણ ફસાઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે.

આગની માહિતી મળતાની સાથે જ 300 ઈમરજન્સી કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર ફાયટર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ઈમરજન્સી વર્કર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લગભગ 30 લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા. સ્થાનિક અધિકારીઓને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગનું કારણ બાંધકામનું કામ હતું, જેના કારણે સ્પાર્ક થતા આગ ફાટી નીકળી હતી. જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

અકસ્માત પાછળનું કારણ જાણવા સૂચનાઓ મળી

ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં બચાવ કાર્યકર્તાઓ અને પ્રાંતીય અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે આગનું કારણ શોધવા માટે જણાવ્યું હતું. તેમજ આ અકસ્માતમાંથી બોધપાઠ શીખો, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. ચીનમાં આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે. ભૂતકાળમાં ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેમાં ડઝનેક લોકોના મોત થયા છે. ઇમારતો બાંધતી વખતે નિયમોનું પાલન ન કરવું એ આગનું મુખ્ય કારણ છે.

આ સમાચાર શેર કરો