મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુરના પધારવાંટમાં વીજળીની સમસ્યા, ગ્રામજનો જાતે રિપેરિંગ કરવા મજબૂર

છોટાઉદેપુરના પધારવાંટ ગામમાં ગત રવિવારથી વીજળી ગુલ થઈ છે. ગ્રામજનોએ મધ્ય ગુજરાત વીજ કંપનીને રિપેર માટે અરજી

છોટાઉદેપુરના પધારવાંટ ગામમાં ગત રવિવારથી વીજળી ગુલ થઈ છે. ગ્રામજનોએ મધ્ય ગુજરાત વીજ કંપનીને રિપેર માટે અરજી આપી હતી, પરંતુ 6 દિવસ વીતવા છતાં કંપનીના કર્મચારીઓ ફરક્યા નથી. મચ્છરોના ત્રાસથી કંટાળેલા ગ્રામજનો લાઈટ વગર અંધારપટમાં રહેવા મજબૂર બનતા વીજ કંપનીનું સમારકામ જાતે કરવા લાગ્યા. આવી પરિસ્થિતિમાં જો કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ હશે? વીજ કંપનીની બેદરકારીને લીધે ગ્રામજનોના જીવન સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ આ માટે જવાબદાર વ્યક્તિઓ સામે સમયસર પગલાં લેવા જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો