VIDEO: ચેન્નમ્મા દેવગૌડાના અંતિમ સંસ્કારની તૈયારીઓ
ભારતના પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાના ધર્મપત્ની ચેન્નમ્મા દેવગૌડાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર માટે બેંગલુર

ભારતના પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાના ધર્મપત્ની ચેન્નમ્મા દેવગૌડાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર માટે બેંગલુરુમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કન્નડ સંસ્કૃતિ અને પારંપરિક વિધિ-વિધાન અનુસાર અંતિમ વિધિ સંપન્ન કરવા માટે પરિવારજનો અને વહીવટીતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઘરની અંદરથી સામે આવેલા વિઝ્યુઅલ્સમાં પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડા, તેમના પુત્ર અને કેન્દ્રીય મંત્રી એચ. ડી. કુમારસ્વામી સહિત સમગ્ર દેવગૌડા પરિવાર ભારે શોકગ્રસ્ત માહોલમાં જોવા મળી રહ્યો છે. અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવાના સ્થાનને ફૂલોથી સજાવવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, સમર્થકો અને અગ્રણીઓ તેમના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પી શકે તે માટે કડક સુરક્ષા અને બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પદ્મનાભનગર સ્થિત નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા શરૂ કરવામાં આવશે.




