મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર HD રેવન્નાને મળ્યા શરતી જામીન

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર અને જેડીએસ નેતા એચડી રેવન્નાને કોર્ટમાંથી

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર HD રેવન્નાને મળ્યા શરતી જામીન

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર અને જેડીએસ નેતા એચડી રેવન્નાને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અપહરણ કેસમાં તેમને શરતી જામીન મળ્યા છે.

જનતા દળ (એસ)ના નેતા અને કર્ણાટકના ધારાસભ્ય એચડી રેવન્નાને તેમની અને તેમના પુત્ર પ્રજ્વલ સામેના જાતીય શોષણના આરોપો સંબંધિત અપહરણના કેસમાં સોમવાર, 13 મેના રોજ બેંગલુરુ કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા.

બેંગલુરુના કેઆર નગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાયા બાદ 4 મેના રોજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા એચડી રેવન્નાની ધરપકડ કરવામાં આવી હતી.

હોલેનારસીપુરાના JD(S) ધારાસભ્ય રેવન્નાએ આ કેસને તેમની વિરુદ્ધનું 'રાજકીય કાવતરું' ગણાવ્યું છે.

કર્ણાટક સરકાર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) HD રેવન્ના અને તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે કથિત જાતીય શોષણની તપાસ કરી રહી છે.

આઉટગોઇંગ સાંસદ પ્રજ્વલ રેવન્ના હાસન લોકસભા મતવિસ્તારમાંથી બીજી ટર્મની ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક માટે 26 એપ્રિલે મતદાન થયું હતું.

અગાઉ જેડી(એસ)ના વડા એચડી કુમારસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે કર્ણાટક સરકાર નિષ્પક્ષ તપાસ ઇચ્છતી નથી.

કુમારસ્વામીએ ANIને કહ્યું, "તેઓ ઓફિસનો દુરુપયોગ કરી રહ્યા છે. આખરે કંઈ થવાનું નથી. તેઓ HD રેવન્નાનું ચરિત્ર હનન કરવા માંગતા હતા અને તેથી જ તેઓ તેમની ઓફિસનો ઉપયોગ કરી રહ્યા છે."

9 મેના રોજ, જનતા દળ (સેક્યુલર) નું એક પ્રતિનિધિમંડળ કર્ણાટકના રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતને મળ્યું અને ગેહલોતને CBI તપાસની ભલામણ કરવા વિનંતી કરતું મેમોરેન્ડમ સુપરત કર્યું.

આ સમાચાર શેર કરો