Video: ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા સ્થાનિકોના આરોગ્ય સામે જોખમ, GPCB ક્યારે કરશે કાર્યવાહી?
કાશ્મીર ફરવા જવાનું બજેટ ન હોય તો રાજકોટના જેતપુર જઈ શકાય. ભાદર નદી પર ભર શિયાળે બરફની જેમ સફેદ ચાદર પથરાઈ
કાશ્મીર ફરવા જવાનું બજેટ ન હોય તો રાજકોટના જેતપુર જઈ શકાય. ભાદર નદી પર ભર શિયાળે બરફની જેમ સફેદ ચાદર પથરાઈ ગઈ છે અને આ નજારો હરખાવા જેવો નથી, કેમકે વર્ષોથી આ સ્થિતિમાં સુધારો આવ્યો નથી. કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના આ દ્રશ્યો સાબિતી આપે છે કે, ચોમાસાની સિઝન સિવાય વર્ષભર ભાદરને ગટર બનાવી દેવાઈ છે. બેરોકટોક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાય છે.
સ્થાનિકોના આરોગ્ય સામે જોખમ
ખેતીથી લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અનેક રજૂઆતો છતા અટકતા નથી, દર વર્ષે નદીની આ જ સ્થિતિ હોય છે અને જો સ્થિતિમાં સુધારો ન થાય તો જવાબદાર કોણ? શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લોકોના સ્વાસ્થ્યની પડી નથી? કે પછી પ્રદૂષણ માફિયાઓ સરકારી અધિકારીઓના કહેવામાં નથી? જો આ જ સ્થિતિ રહી તો ખેતીની જમીન બંજર બની જશે અને માલ-ઢોર સહિત લોકોના સ્વાસ્થ્ય પર પણ મોટું જોખમ ઉભું થશે. જીપીસીબીના અધિકારીઓના સબ સલામતના દાવા વચ્ચે ભાદર નદી ન માત્ર ગુજરાતની પણ દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓના યાદીમાં પહોંચી ચૂકી છે.




