VIDEO: PM મોદીએ સ્ટેજ પર CM ચંદ્રાબાબુ નાયડુની પીઠ થપથપાવી
ચંદ્રાબાબુ નાયડુ હવે આંધ્ર પ્રદેશના નવા નાયક બની ગયા છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષે આજે

ચંદ્રાબાબુ નાયડુ હવે આંધ્ર પ્રદેશના નવા નાયક બની ગયા છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષે આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ અબ્દુલ નઝીરે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ચંદ્રાબાબુ નાયડુ વડાપ્રધાન મોદીને પગે પડવા જતા હતા જોકે, મોદીએ તેમને રોકી લીધા હતા. એટલું જ નહીં નાયડુની પીઠ થપથપાવી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
નાયડુએ તેલુગુમાં પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન આપવા માટે ગુલદસ્તો ગિફ્ટ કર્યો. આ દરમિયાન નાયડુ ખૂબ જ ભાવુક નજર આવી રહ્યા હતા અને એવું પ્રતીત થયુ કે, તેઓ પીએમના પગને સ્પર્શ કરવા માટે થોડા ઝૂક્યા. જો કે પીએમ મોદીએ તુરંત તેમને ગળે લગાવી દીધા.
2021માં લીધી હતી શપથ: CM બન્યા પછી જ વિધાનસભામાં પગ મૂકીશ
વર્ષ 2021માં YSR કોંગ્રેસ પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ તેમની પત્નીનું કથિત અપમાન કર્યા બાદ નાયડુએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું અને પછી તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે, હું મુખ્યમંત્રી બન્યા પછી જ વિધાનસભામાં પગ મૂકીશ. હવે તેમની આ પ્રતિજ્ઞા પૂરી થતી નજર આવી રહી છે.






