VIDEO: નીટ પરીક્ષાકાંડમાં CBIની તપાસ તેજ, પરીક્ષાકાંડની બેઠકના મળ્યા CCTV ફૂટેજ
નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રના કેસમાં CBI એ તપાસ તેજ કરી હતી. ત્યારે CBI
નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રના કેસમાં CBI એ તપાસ તેજ કરી હતી. ત્યારે CBIની ટીમે ગોધરામાં તપાસ કરતાં પરીક્ષાના અગાઉના દિવસે અને પરીક્ષા પછીના દિવસોમાં પણ આરોપીઓએ બેઠક કરી હોવાનું આવ્યું બહાર આવ્યું હતું. વડોદરા અને ગોધરા નજીકની હોટલમાં સીસીટીવી ચેક કરતાં આરોપીઓએ બેઠક કરી હોવાના ફૂટેજ બહાર આવ્યા હતા જેમાં આરોપીઓ અલગ અલગ હોટલમાં આરોપીઓએ બેઠક કરી હોવાનું બહાર આવ્યું છે. પરશુરામ રોય, આનંદ વિભોર, તુષાર ભટ્ટ, આરીફ વોરા અને પરસોત્તમ શર્માએ બે અલગ અલગ હોટલમાં બેઠક કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આઅ ફૂટેજીસ મેળવ્યા બાદ પાંચેય આરોપીઓની વિરુદ્ધમાં સીબીઆઈ દ્વારા ચાર્જશીટ રજુ કરવામાં આવી છે.




