Video: મુળી તાલુકામાં મનરેગા કૌભાંડ મામલે તત્કાલીન સરપંચ, તલાટી સહિત પાંચ સામે ગુનો દાખલ
Video: સુરેન્દ્રનગરના મુળીના સોમાસર ગામે મનરેગામાં કૌભાંડ
Video: સુરેન્દ્રનગરના મુળીના સોમાસર ગામે મનરેગામાં કૌભાંડ મામલે સરપંચ અને પૂર્વ સરપંચ સહિત 5 કૌભાંડીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. તાલુકા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રી, કારકુન અને ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતનાઓ સામે ગુનો દાખલ કરાવ્યો છે.
તાલુકા વિકાસ અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ
પ્રાપ્ત માહિતી મુજબ મુળીના સોમાસર ગામે 2019 માં ચાલતા મનરેગા કામમાં ગેરરીતિ આચરાઇ હતી. 2019 ના તત્કાલીન સરપંચ અશોકભાઈ ઉકાભાઇ ગોલાણીના પત્ની શકુંતલાબેન ગોલાણી આંગણવાડીમાં હેલ્પર તરીકે હંગામી ધોરણે ફરજ બજાવતા હોવા છતાં જોબકાર્ડ દ્વારા અલગ અલગ તારીખમાં 29,946 નું વેતન મેળવી ગેરરીતિ આચરાઈ હતી. આ અંગે તાલુકા વિકાસ અધિકારી જયદીપભાઇ બલદાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તત્કાલીન તલાટી કમ મંત્રી,કારકુન અને ટેકનિકલ આસિસ્ટન્ટ મનરેગા એપીઓ પણ કૌભાંડમાં સામેલ હોવાથી તેમની વિરુદ્ધ પણ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકના ચકચાર મચી જવા પામી છે.




