મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: હિંમતનગર હાઇવે પર કારે પલટી મારતા ઊડ્યાં ફુરચેફુરચા, બે લોકોના કરૂણ મોત

હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોનાં કરુણ મોત નિપજ

હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે અને અન્ય ત્રણને ગંભીર ઈજા થઈ છે. મળતી માહિતી અનુસાર, એક કાર બેકાબૂ થઈને ડિવાઈડરની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા તેના ફુરચેફુરચા ઊડી ગયા હતા. 

પતરું કાપીને મૃતદેહોને બહાર કઢાયા

પ્રાપ્ત વિગતો મુજબ, હિંમતનગરના સહાકરી જીન વિસ્તારમાં શામળાજી તરફથી આવતી કાર બેકાબૂ બની ચાર પલટી મારી હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રેલિંગનું પતરું કારમાં ઘૂસી જતાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું હતું. પતરું કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો