VIDEO: 'સુરતમાં SOGનો દુરુપયોગ કરીને ઉમેદવારોને ડરાવવામાં આવી રહ્યા છે', કોંગી પ્રમુખનો આક્ષેપ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા સર

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા સરકારી મશીનરી અને SOGનો દુરુપયોગ કરીને ઉમેદવારોને ડરાવવામાં આવી રહ્યા છે. 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા હોવાની ચર્ચા વચ્ચે શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાળાએ ગોળ-ગોળ જવાબ આપ્યો હતો.

તેમણે જણાવ્યું કે, અમારા ઉમેદવારો સુરતમાં જ છે અને કાર્યકરો તેમને સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે. પોલીસ સ્ટેશનથી ફોન કરી ઉમેદવારોને ચૂંટણી ન લડવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત