કડી: તહેવારોની સીઝનમાં ડુપ્લિકેટ ઘીનો કરોડોનો જથ્થો ઝડપાયો, ભાડાના ગોડાઉનમાં ચાલતો હતો વેપાર
તહેવારોની વચ્ચે કડી ખાતે આવેલા જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. કડીના જીઆઈડીસી ખાતે આરોપીઓ પાંચ જેટલા
તહેવારોની વચ્ચે કડી ખાતે આવેલા જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. કડીના જીઆઈડીસી ખાતે આરોપીઓ પાંચ જેટલા ગોડાઉન ભાડે રાખીને નકલી ઘીનો કાળો કારોબાર કરતા હતા. આ દરમિયાન મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીની ટીમે બાતમીના આધારે મોડી રાત્રે જ રેડ પાડીને નકલી ઘીનો કારોબાર ઝડપી પાડ્યો હતો.
ફૂડ વિભાગ અને FSL દ્વારા અલગ અલગ નમુના લઈને કાર્યવાહી
ફૂડ વિભાગ અને FSL દ્વારા અલગ અલગ નમુના લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ પામઓઇલ, ફોરેન ફેટ મિક્ષ કરીને નકલી ઘી બનાવવામાં આવતું હતું.જોકે હવે સવાલ એ છે કે દર વર્ષે તહેવારો દરમિયાન ફૂડ વિભાગ દ્વારા નકલી ઘી પકડવામાં આવે છે.
અધિકારીઓના પાપે પ્રજા આ નકલી ખાદ્યચીજોનો ભોગ બને છે
અધિકારીઓના પાપે પ્રજા આ નકલી ખાદ્યચીજોનો ભોગ બને છે. તહેવારો દરમિયાન વધુ પૈસા આપીને પણ લોકોને નકલી જ ખાદ્ય ચીજવસ્તુઓ મળે છે. પોલીસે 297કીલો લુઝ ઘી,4979 કિલો લુઝ પામોલિન, 8036 કિલો રિફાઇન પામોલિન અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર સિઝ કર્યો હતો.લો






