VIDEO:સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી, નો પાર્કિંગમા ઉભેલી ગાડીને ચાલક સાથે ક્રેઈર્નમાં ભરી લીધો
સુરત ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી હતી. ટ્રાફિક પોલીસની ક્રે

સુરત ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી હતી. ટ્રાફિક પોલીસની ક્રેઈર્નના કર્મચારીઓએ ગેરવર્તન કર્યુ હતુ. નો પાર્કિગમા રહેલી ગાડી સાથે ગાડી ચાલકને પણ ક્રેઇનમાં લઈ જવામાં આવ્યો હતો. કર્મચારી દ્વારા વાહન ચાલકનુ જાહેરમાં અપહરણ કરવામાં આવ્યું હતુ. સમગ્ર ઘટના વીડિયો વાઇરલ થયો હતો.
પોલીસકર્મીની થઈ બદલી
સુરત પોલીસ પાર્કિગમાંથી પણ ગાડી ઉપાડી જવાનો વીડિયોથી વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો. સોશિયલ મિડિયામાં ટ્રાફિક ક્રેઇનનાં વાયરલ થયેલ વીડિયો બાબતે ડીસીપી એક્શનમા આવ્યા હતા. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ASI દિનેશભાઇ મિઠ્ઠલભાઇ તાત્કાલીક અસરથી ટ્રાફિક શાખામાંથી પોલીસ મુખ્ય મથક ખાતે બદલી કરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસની ભારે બદનામી
નો પાર્કિગ રહેલી ગાડી સાથે ગાડી ચાલકને પણ ક્રેઇનમાં લઈ જવામાં આવ્યો હતો.કર્મચારી દ્વારા વાહન ચાલક જાહેરમાં અપહરણ કરવામાં આવ્યું હતુ. માનવતાને નેવે મૂકાઈ હોવાથી આ કાર્યવાહી કરવામા આવી હતી. હાલ સમગ્ર વીડિયોને લઈને ટ્રાફિક પોલીસની ભારે બદનામી થઇ છે.








