મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં બિલ્ડરે કર્યો રૌફ પ્રદર્શિત, લક્ઝુરિયસ કારમાંથી બેઠા બેઠાં બાળકો સામે હવામાં કર્યુ ફાયરિંગ

સુરતમાં અસામાજિક તત્ત્વો છાસવારે માથા ઊંચકતા હોય છે. ત્યારે હવે રૌફ જમાવવ

સુરતમાં અસામાજિક તત્ત્વો છાસવારે માથા ઊંચકતા હોય છે. ત્યારે હવે રૌફ જમાવવા માટેનો પ્રયાસ એક બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સરથાણા વિસ્તારની વ્રજરાજ રેસિડેન્સીમાં બિલ્ડરે રૌફ પ્રદર્શિત કરવામાં ભાન ભૂલ્યા હતાં. મોંઘીદાટ ફોર્ચ્યુનર કારમાં બેસીને હવામાં ફાયરિંગ કર્યુ હતું. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

લોકો થયા ભયભીત

રાત્રે બિલ્ડર ઘુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો. અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા. જેથી સમગ્ર મામલે પોલીસે જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

લાયસન્સવાળી ગનનું ટેસ્ટિંગ કર્યુ

સોસાયટીમાં ફાયરિંગના બનાવના પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કારના નંબર સહિતની અને ફાયરિંગ કરનાર શોધખોળ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બિલ્ડર કમ જમીન દલાલ ઘુસા બુહાએ કહ્યું હતું કે, તેમની પાસે લાયસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું નહોતું એટલે ટેસ્ટિંગ કરવા માટે કર્યું હતું.

આ સમાચાર શેર કરો