Video: સુરતમાં જેલમાંથી બહાર આવતા જ બુટલેગરે જમાવ્યો રોફ, પોલીસે કરી 9 શખ્સોની અટકાયત
સુરતની લાજપોર જેલમાંથી આરોપી આશિષ ચીકનો બહાર આવતા તેના સમર્થકોએ તેનું ભવ્ય સ્વાગત કર્
સુરતની લાજપોર જેલમાંથી આરોપી આશિષ ચીકનો બહાર આવતા તેના સમર્થકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યા બાદ ગાડીઓનો કાફલો કાઢતા પોલીસે આ અંગે કાર્યવાહી કરી 9 લોકોની અટકાયત અને 4 ગાડીઓ જપ્ત કરી છે.
પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવી
પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં તાજેતરમાં ગુજસીટોક કેસના આરોપી આશિષ ઉર્ફે 'ચીકનો' પાંડેનો જેલમાંથી બહાર આવતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વિડીયોમાં તેના સમર્થકો તેનું ભવ્ય સ્વાગત કરતા નજરે પડે છે અને ગાડીના કાફલા સાથે ફિલ્મી અંદાજમાં રોડ પર રોફ જમાવતો પસાર થાય છે. આ વિડીયો વાયરલ થયા બાદ સચિન પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી આશિષ ચીકના સહિત 9 લોકોની અટકાયત કરી અને ચાર વાહનો જપ્ત કર્યા હતા. આ તમામ ગાડીઓ કાળા કાચવાળી તેમજ નંબર વગરની હતી. પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવીને તેઓએ કાયદાનું ભાન કરાવ્યુ છે.




