Video-દારૂની હેરાફેરી માટે બુટલેગરનો કિમીયો ઝડપાયો, કારના ચોરખાનામાં છુપાવેલો જથ્થો કબ્જે
સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂનું વેચાણ અને સેવન પ્રતિબંધિત છે. તેમ છતાં દારૂની રેલમછેલ ઠેર ઠેર થતી હોય છે. ત્યારે ગ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂનું વેચાણ અને સેવન પ્રતિબંધિત છે. તેમ છતાં દારૂની રેલમછેલ ઠેર ઠેર થતી હોય છે. ત્યારે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અપનાવવામાં આવતાં હોય છે. જો કે, પોલીસ પણ બુટલેગરોથી બે ડગલાં આગળ હોય તેમ દારૂનો જથ્થો ઝડપી લેતી હોય છે. PCBએ બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવી દારૂની સપ્લાય થતો હોવાનો પર્દાફાશ કર્યો છે. ભેસ્તાન બુડિયા રોડ પર સાઈ રાજ રેસિડેન્સીના પાર્કિંગમાંથી કાર અને દારૂનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. 71000ના દારૂ સહિત 5.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂની અલગ અલગ બ્રાન્ડની 572 બોટલો સાથે કારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. કારમાં પાછળની સીટ નીચે ચોરખાનું બજાવી દારૂની સપ્લાય થતી હતી. અજાણ્યા કાર ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.




