VIDEO: માળિયા મિયાણા પાલિકાની 24 બેઠકો ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવું ભાજપ માટે મોટો પડકાર
મોરબીની માળિયા મિયાણા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ
મોરબીની માળિયા મિયાણા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, પરંતુ આશ્ચર્યજનક રીતે 'કમલમ' ખાતે પૂરતા દાવેદારો મળ્યા નથી. ગત ટર્મમાં તમામ ૨૪ બેઠકો જીતનાર કોંગ્રેસના આ ગઢમાં ગાબડું પાડવું ભાજપ માટે મોટો પડકાર બની રહ્યું છે. બીજી તરફ, શહેર કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં કોંગ્રેસ પણ પોતાની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. કોંગ્રેસના મજબૂત પ્રભુત્વ વચ્ચે ભાજપ અહીં કયા સમીકરણો સાથે મેદાનમાં ઉતરશે તે જોવું રસપ્રદ રહેશે.








