VIDEO: વરાછામાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપની વિશાળ 'જન સમર્થન યાત્રા' નીકળી, 'AAP'એ પણ કર્યું રેલીનું આયોજન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં રાજકીય પારો ગરમાયો છે, જેમાં મુખ્ય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં રાજકીય પારો ગરમાયો છે, જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાંથી ભાજપની વિશાળ 'જન સમર્થન યાત્રા' યોજાઈ. આ રેલીમાં વિન્ટેજ કારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનું જોમ જોવા મળ્યું હતું, જે બાદ સિંગણપુર વિસ્તારમાં ભવ્ય જનસભાનું આયોજન કરાયું હતું.

બીજી તરફ, આ જ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ જનસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોનો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. આમ, આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પક્ષો સુરતના પાટીદાર મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત