VIDEO: સુરત / સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય

સુરત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર

સુરત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભવ્ય વિજય મેળવીને કેસરીયો લહેરાવ્યો છે, જેમાં જિલ્લા પંચાયતની ૩૬માંથી ૩૫ બેઠકો પર કબજો જમાવી વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. તાલુકા પંચાયતોમાં બારડોલી, પલસાણા અને ઓલપાડમાં ભાજપે ક્લીન સ્વીપ કરી તમામ બેઠકો જીતી છે, જ્યારે કામરેજ, માંડવી અને ઉમરપાડા જેવી બેઠકો પર કોંગ્રેસ અને આપને પછાડીને મજબૂત બહુમતી હાંસલ કરી છે. નગરપાલિકાઓમાં પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો છે, જ્યાં બારડોલીની ૩૨, માંડવીની ૨૨, કડોદરાની ૨૫ અને તરસાડીની ૨૪ બેઠકો જીતીને વિરોધ પક્ષોના અસ્તિત્વને નહિવત બનાવી દીધું છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત