મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: મહેસાણામાં દલિત સમાજને સંગઠિત કરવા ભાજપે લગાવ્યું એડીચોટીનું જોર, ડૉ. કિરીટ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયું સંમેલન

મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે, ત્યારે મહેસાણા-વિસનગર લિંક રોડ પર ભાજપ

મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે, ત્યારે મહેસાણા-વિસનગર લિંક રોડ પર ભાજપ દ્વારા એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પીઢ નેતા ડૉ. કિરીટ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ દલિત સદભાવના સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ પ્રસંગે ડૉ. કિરીટ સોલંકીએ સરકારના વિવિધ વિકાસકામો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે મતદારોને ભાજપની નીતિઓથી માહિતગાર કરી પક્ષની જીત માટે આહવાન કર્યું હતું. ચૂંટણીના ગરમાવા વચ્ચે આ સંમેલન દ્વારા દલિત સમાજને જોડવા અને સંગઠિત કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે.

આ સમાચાર શેર કરો