મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: બિલિમોરા પોલીસે કુખ્યાત ચિરાગ ગોટીનો ટ્રાન્સફર વોરંટથી કબ્જે લીધો, અપહરણ-મારામારીના ગુનામાં કરાશે કાર્યવાહી

સુરતના માથાભારે શખ્સ ચિરાગ ગોટીને નવસારીની બિલિમોરા પોલીસે ટ્રાન્સફર વ

સુરતના માથાભારે  શખ્સ ચિરાગ ગોટીને નવસારીની બિલિમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબ્જે લીધો છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોટીને પોસરી ગામ નજીક લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. વર્ષ 2024માં પોતાના પાર્ટનર પાર્થ મિયાણીને ઓફિસમાં માર મારવાનો બનાવ સામે આવ્યો હતો. ધંધામાં 11,000 રૂપિયાની ખોટને લઈ ચિરાગે પાર્ટનર પર આક્ષેપ કરી તેને ગાડીમાં સુરત લઈ જઈ ફાર્મહાઉસ પર આખી રાત બંદી રાખી ઉઘરાણી કરી હતી.

પાર્થને માર મારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો, જેમાં તેને પગમાં ફ્રેક્ચર થતા સારવાર લેવી પડી હતી. ઘટનાની જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે બીલીમોરા પોલીસ મથકે મારપીટ, અપહરણ અને ઉઘરાણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો