Video: સુરતમાં 5.72 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરનાં ઇસમની ધરપકડ
સુરતના વરાછા વિસ્તારના હીરાબાગ સર્કલ ખાતેથી SOG એ એક શખ્સની 5.72 કરોડના એમ્બરગ્રીસ સ
સુરતના વરાછા વિસ્તારના હીરાબાગ સર્કલ ખાતેથી SOG એ એક શખ્સની 5.72 કરોડના એમ્બરગ્રીસ સાથે ધરપકડ કરી છે. આ શખ્સ વ્હેલ માછલીની ઉલટીને લઈ તેના વેચાણ માટે ફરી રહ્યો હતો, ત્યારે જ પોલીસે દબોચ્યો છે.
5.70 કરોડનું એમ્બરગ્રીસ જપ્ત
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરનો ઈસમ વિપુલ બાંભણિયા પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટીને લઈને વરાછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ ખાતે વેચાણ માટે ફરી રહ્યો હતો, ત્યારે SOG એ વિપુલ પાસેથી પ્લાસ્ટિક બેગની અંદર 5.72 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું હતું, જેની કિંમત 5.72 કરોડ છે. થોડા દિવસ પહેલા ભાવનગર દરિયાકિનારેથી તેને દરિયામાં તરતુ સોનું કહેવાતી વહેલ માછલીની ઉલટી મળી હતી. SOG દ્વારા આરોપીને ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે.




