મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભારત મંડપમ બ્રિક્સ સમિટ માટે સજ્જ

દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમને 18મી બ્રિક્સ સમિટને લઈને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. સમિટમાં ભાગ લેનારા દે

તસવીર: gstv

દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમને 18મી બ્રિક્સ સમિટને લઈને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. સમિટમાં ભાગ લેનારા દેશોની સંસ્કૃતિ, પરંપરા અને વૈશ્વિક સહયોગને દર્શાવતા વિવિધ થીમ આધારિત ડિસ્પ્લે તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર પરિસરમાં આકર્ષક સજાવટ સાથે બ્રિક્સ દેશોની વિશેષતાઓને રજૂ કરવામાં આવી રહી છે. ભારત મંડપમમાં સમિટને અનુરૂપ વિવિધ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. મહત્વપૂર્ણ બેઠક અને કાર્યક્રમોને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. સમિટ દરમિયાન અનેક દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓની હાજરી રહેશે. 18મી બ્રિક્સ સમિટ માટે દિલ્હી સંપૂર્ણપણે તૈયાર જોવા મળી રહ્યું છે.

આ સમાચાર શેર કરો