અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો: દર્શન માટે વિશેષ વ્યવસ્થાઓ, આવી છે તૈયારીઓ
‘જય અંબે’ ના નાદથી અરવલ્લીની ગિરિમાળા ગૂંજી ઉઠશે શક્તિ, ભક્તિ અને આસ્
- ‘જય અંબે’ ના નાદથી અરવલ્લીની ગિરિમાળા ગૂંજી ઉઠશે
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે સોમવારથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. અંબાજી ખાતે આ વર્ષે ગબ્બર રૂટ, અંબાજી મંદિર, પ્રવેશના ત્રણેય દ્વાર, 51 શક્તિપીઠ સર્કલ તેમજ માર્ગ ઉપર અને આસપાસના વિસ્તારમાં વિશેષ રોશની કરાશે. માતાજીના સ્વરૂપ ઉપર આધારીત થીમ બેઝ લાઈટીંગ દ્વારા સમગ્ર વિસ્તારમાં એક સમાન અને ભવ્ય આભા ઊભી કરાઈ છે. મુખ્ય મંદિરને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જ્યારે રાત્રિના સમયે ચાચર ચોકમાં દીવાની ઝગમગતી લાઇટિંગ યાત્રાળુઓને આકર્ષિત કરશે.
અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમનો મહામેળો : ૩૦ લાખ ભક્તો ઉમટશે
શક્તિપીઠ અંબાજી ખાતે આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. 7 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે તેવી સંભાવના છે. હાલ મંદિરને જોડતા માર્ગો પર સંઘો જોવા મળી રહ્યા છે. આ વખતે 7 સપ્ટેમ્બરના ભાદરવી પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે 5 વાગ્યા બાદ દર્શન થઇ શકશે નહી.
ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ 7A તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર 8 રહેશે.
દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સિનીયર સિટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન -ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ ઉભા કરવામાં આવ્યા છે.ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે ૧૨૦૦ બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડૉમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જીંગ સુવિધા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફલેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઈટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ૩ અને 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8.30 કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઈટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબી, 'જય માતાજી' નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત રચનાઓ થશે.
ભાદરવી પૂનમના મેળાની સાથે-સાથે
પાર્કિંગની વ્યવસ્થા: 1 લાખ 83 હજાર 855 ચોરસ મીટર વિસ્તારમાં કુલ 35 પાર્કિંગ ક્ષેત્રો સ્થાપિત કરાયા છે, જેમાં 22541 થી વધુ વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર 23 અને હડાદ રોડ પર 12 પાર્કિંગ સ્થળો ઊભા કરવામાં આવ્યા છે.
ઓનલાઈન પાર્કિંગ અને બસ સેવા: શ્રદ્ધાળુઓ ઘરે બેઠા "Show my Parking" એપ્લિકેશન દ્વારા પાર્કિંગ બુક કરી શકશે. પાર્કિંગથી મંદિર સુધી જવા-આવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મફત મીની બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.
પ્રસાદ વિતરણની તૈયારી: પ્રસાદ વિતરણ માટે 28 કેન્દ્રો સ્થાપિત કરાયા છે. મેળા દરમિયાન 1000 થી 1200 ઘાણમાં પ્રસાદ તૈયાર કરાશે, જેમાં દરેક ઘાણમાં 326.7 કિલો પ્રસાદ બનશે. 750થી વધુ કારીગરો આ કામગીરી સંભાળશે, અને 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.
નિ:શુલ્ક ભોજન: યાત્રિકો માટે ચાર સ્થળોએ મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરક્ષા બંદોબસ્ત: ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો તેનાત કરાયા છે, અને 332 થી વધુ કેમેરા દ્વારા મેળાનું સંપૂર્ણ મોનિટરિંગ થશે.
નોંધ: ચંદ્રગ્રહણને કારણે 7 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા બાદ દર્શન શક્ય નહીં હોય.
દર્શનાર્થીઓ માટે સરળતા લાવવા બસ સ્ટેન્ડથી મંદિર સુધી રેલિંગ લગાવવામાં આવી છે, અને યાત્રાળુઓને પીવાનું પાણી સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
દર્શનનો સમય
સવારે 6:00 થી 6.30 આરતી
સવારે 6.00 થી 11.30 દર્શન
સવારે 11.30 થી 12.30 દર્શન બંધ
બપોરે 12.30 થી સાંજે 5.00 દર્શન
સાંજે 5.00 થી રાત્રે 12.00 દર્શન
રાત્રે 12.00 થી સવારે 6.00 દર્શન બંધ
* ૧ લાખ ૮૩ હજાર ૮૫૫ ચોરસ મીટર એરિયામાં કુલ ૩૫ જેટલા પા કગ ઊભા કરાયા છે જેમાં કુલ ૨૨૫૪૧ કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર ૨૩ તથા હડાદ રોડ પર ૧૨ પા કગ સ્થળો ઊભા કરાયા છે.
* શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પા કગ બુક કરી શકે તે માટે Show my Parking એપ્લિકેશનની આજ્નલાઇન સુવિધા. પા કગના સ્થળેથી મંદિર ખાતે જવા -આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા.
* પ્રસાદ વિતરણ માટે કુલ ૨૮ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ થી ૧૨૦૦ ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. ૧ ઘાણમાં કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનશે. ૭૫૦ જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન ૩૦ લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.
* યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિ: શુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
* સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે ૫૦૦૦ જવાનો. ૩૩૨થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ.
હોવાથી સાંજે પાંચ બાદ દર્શન થઈ શકશે નહીં.
ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ દર્શનાથીઓને
મહામેળા દરમિયાન દર્શનનો સમય
સવારે ૬ થી ૬:૩૦ના આરતી, સવારે ૬ થી ૧૧:૩૦ના દર્શન, સવારે ૧૧:૩૦થી ૧૨:૩૦ના દર્શન બંધ, બપોરે ૧૨:૩૦થી સાંજે પ દર્શન, સાંજે ૫ થી રાત્રે ૧૨ સુધી દર્શન. રાત્રે ૧૨ થી સવારે ૬ દર્શન બંધ.
સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના (અનુસંધાન ૪થે પાને)
ડ્રોન લાઈટ શો સહિતના આયોજનોઃ ૭ સપ્ટેમ્બરના ભાદરવી પૂનમના જ ચંદ્રગ્રહણ, સાંજે પાંચ બાદ દર્શન નહીં થઈ શકે







