અંબાજી: 12થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ, બેસન, દુધ, ઘી, ઈલાયચીથી બનશે સ્વાદિષ્ટ મોહનથાળ
શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે
શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ શરૂ થનાર છે, ત્યારે અંબાજી મહામેળામાં આવતા તમામ ભકતોને મોહનથાળ પ્રસાદ આસાનીથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જીલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે.
આ મોહનથાળ બેસન, દુધ,બનાસ ઘી, ઈલાયચીથી બની રહ્યો છે.અહી કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
પ્રસાદ બની ગયા બાદ તેને કેરેટમાં પાથરવામાં આવે છે
પ્રસાદ બની ગયા બાદ તેને કેરેટમાં પાથરવામાં આવે છે, ત્યારબાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ અસર પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મુકવામાં આવશે.






