VIDEO : વડોદરાના વાઘોડિયામાં વિદ્યાર્થીઓ- રાહદારીઓ પર મધમાખીઓનો હુમલો
Vadodara News : વડોદરા જિલ્લાના વાઘોડિયામાં માળોધર રોડ પર ડો.એન.જી.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાસે રોડ ના ઝાડ પ

Vadodara News : વડોદરા જિલ્લાના વાઘોડિયામાં માળોધર રોડ પર ડો.એન.જી.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાસે રોડ ના ઝાડ પરથી મધમાખી ઉડી હતી અને ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. મધમાખીઓએ હુમલો કરી ડંખ મારતા અફરા તફરી મચી ગઈ હતી. સ્કૂલ છૂટવાના સમયે મધમાખીઓ ઉડતા વિદ્યાર્થીઓને પણ ડંખ મારતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા અને હુમલાથી બચવા ભાગ દોડ મચી હતી. મધમાખીઓના હુમલાથી બચવા એક રાહદારી ખુલ્લી ગટરમાં જઈને પડ્યો હતો. મધમાખીઓના હુમલાથી ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ અને રાહદારીને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.




