મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:પેટ્રોલ પંપ બન્યો બોક્સિંગ રિંગ, સુરતમાં મેનેજર અને કર્મચારી વચ્ચે છૂટા હાથની મારામારીના Live દૃશ્યો

સુરતમાં મારામારીના દ્રશ્યો સામાન્ય બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. નાની નાની વાતોમાં ઉગ્ર બની જતાં લોકો એક મ

સુરતમાં મારામારીના દ્રશ્યો સામાન્ય બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. નાની નાની વાતોમાં ઉગ્ર બની જતાં લોકો એક મેક પર હાથ ઉંચકવાનું ચૂકતા નથી. આવા જ દ્રશ્યો પેટ્રોલ પંપ પર જોવા મળ્યાં હતાં. વેસુ વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ પર ક્રિષ્ના પેટ્રોલ પંપ જાણે બોક્સિંગ રિંગ બન્યો હોય તે રીતે મેનેજર અને કર્મચારી વચ્ચે છૂટા હાથની મારામારી સર્જાઈ હતી. જો કે હાથાપાઈ પર ઉતરેલા બન્ને કર્મચારીઓને સાથી કર્મચારીઓએ છૂટા પડાવ્યા હતાં. સમગ્ર મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

આ પણ વાંચો: કચ્છ: તહેવાર ટાણે જ પરિવારમાં માતમ, માંડવીના દરિયામાં ન્હાવા પડેલા પિતા-પુત્રનું ડૂબવાથી મોત

આ સમાચાર શેર કરો